મેરી કહાની મેરી ઝુબાની મુદ્રા લોનની મદદથી રિક્ષા ખરીદી આત્મનિર્ભર બનવાની તક મળી : મુકેશભાઈ સોલંકી

હિન્દ ન્યુઝ, ભાવનગર

સરકારની સહાયના લીધે ભાવનગરના મારુતિનગરમાં રહેતા મુકેશભાઈ સોલંકીનું જાવન વધુ સરળ બન્યું

ભાવનગરના મારૂતિનગરમાં વસવાટ કરતા મુકેશભાઈ સોલંકીને મુદ્રા યોજના અંતર્ગત ૩ લાખ રૂપિયાની લોન મળી છે.

મુકેશભાઈ સોલંકીના પરિવારમાં ૬ વ્યક્તિઓ છે અને તેઓ શાકભાજી વેચવાનો વ્યવસાય છે. મુકેશભાઈ સોલંકીએ સૌપ્રથમ પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂ. ૧૦ હજાર ત્યારબાદ ૨૦ હજાર અને ત્યારબાદ રૂ. ૫૦ હજારની લોન મળી હતી.

ત્યારબાદ મુકેશભાઈને બેન્ક દ્વારા મુદ્રા લોન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેથી તેમણે મુદ્રા લોનનું ફોર્મ ભર્યું અને અંતે તેમને ૩ લાખ રૂપિયાની લોન મળી હતી.

આ રકમનો ઉપયોગ કરીને મુકેશભાઈએ એક રીક્ષા લીધેલી છે. આ રીક્ષાનો ઉપયોગ તેઓ માર્કેટીંગ યાર્ડથી શાકભાજી લાવાવમાં કરે છે ઉપરાંત બાકીના સમયમાં તેઓ રિક્ષાના ફેરા પણ કરે છે. 

આ સહાય થકી તેમનું જીવન વધારે સરળ બન્યું તેનાં માટે તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.

Related posts

Leave a Comment