શ્રીરામ પાર્ટી પ્લોટ, દાહોદ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

   ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ખેતી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દાહોદના છાપરી સ્થિત શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ યોજનાઓ અને નવા વિકાસ કામો સાથે વડાપ્રધાનશ્રીનું સંબોધન નિહાળ્યું હતું.

પી એમ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી કાર્યક્રમ હેઠળ ૨૪માં હપ્તામાં દાહોદ જિલ્લાના ૨,૭૪,૨૦૧ ખેડૂતોને ૫૪.૮૪ કરોડ સીધા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં મદદરૂપ બની રહી છે અને દાહોદ જિલ્લાના ખેડૂતો ખેતીના ક્ષેત્રમાં આગળ વધ્યા છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશને આર્થિક રીતે સમૃદ્ધ કરવાનું ખેડૂતોની ખેતીમાં થતો ખર્ચ ઘટે અને આવક બમણી થાય અને ખેડુત આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ખેડૂતોને આપવામાં આવી રહી છે. સાથે જ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે જેને સાકાર કરવા માટે દરેક ક્ષેત્રમાં વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. સાથે જ દેશના આજના બાળકોના આવતી કાલના ઉજ્જવળ ભવિષ્ય માટે સંકલ્પ લઈને સરકાર આગળ વધી રહી છે.

આ સાથે જ ચેરમેન દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ, કૃષિ વિકાસ અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતીમાં નવીન અભિગમ અપનાવવા તથા પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ફળદ્રુપતા જાળવવા અને ટકાઉ કૃષિ વિકાસ તરફ આગળ વધવા અપીલ કરવામાં આવી હતી.

આ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવો હસ્તે પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગમાબેન મોહનિયા, જિલ્લા કલેક્ટર સુ સુરભિ ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ, ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી, પ્રાંત અધિકારી દાહોદ મિલિંદ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, આગેવાનો, વડીલો અને લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment