હિન્દ ન્યુઝ, રાજપીપલા
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને સરકારના તા.૧૭/૦૨/૨૦૨૨ ના જાહેરનામામાં જણાવ્યા મુજબ અમલવારી કરીને આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાન વિધિમાં-ખુલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યક્તિઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. તેમજ દેવમોગરા માતાજીના દર્શનનો સમય ૨૪:૦૦ કલાક સુધીનો રાખવા, ત્રણેય ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર્શની સુવિધા તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ટ્રસ્ટી / સરપંચને જરૂરી સુચનો કર્યા હતાં. ઉક્ત બેઠકમાં દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓએ રાતવાસો કરવાને બદલે, ફક્ત દર્શન કરીને સ્થળ છોડી જવાનું રહેશે. લાઉડ સ્પીકર પર મોટેથી તમામ સૂચનાઓનું પાલન કરવા, મંદિરને ખોલતા પહેલા અને મંદિરને બંધ કરતી વખતે નિયત ધોરણોનું પાલન કરવા તથા મંદીરના કંપાઉન્ડમાં આવેલી દુકાનો સવારે ૫:૦૦ કલાકથી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી ખુલ્લી રાખવાની સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા કરવાની રહેશે અને પોલીસ વિભાગ ધ્વારા પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવા, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા, DGVCL-સાગબારાને સ્ટ્રીટ લાઇટમાં વધારો કરવાની જરૂરી સૂચના આપી હતી. તેની સાથોસાથ મંદિરના કંપાઉન્ડમાં મોટો જન સમુદાય એકત્રિત ન થાય તે સુનિશ્વિત કરવાની સાથે સરકારની કોવિડ-૧૯ ની સ્થાયી /વખતોવખતની સૂચનાઓ અને ગાઈડ લાઇનને ધ્યાને રાખી સેનેટાઈઝર્શ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય તમામ પ્રોટોકોલનો ચુસ્તપણે પાલન કરવાની શરતે મેળો યોજવા નિર્ણય કરાયેલ છે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા