બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૬ ફેબૃઆરીના રોજ રાજ્ય ક્ક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

          રાજ્ય સરકારની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી સીધે સીધા જ મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં આગામી તા.૨૬/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદ સ્થિત જુનું માર્કેટીગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. સમાજના છેવાડાના માનવી સુધી સીધી જ સહાય ચૂકવવાના મુખ્યમંત્રીના ભગીરથ પ્રયાસના સાક્ષી અને સહભાગી બનવા તથા માનવ કલ્યાણના યજ્ઞમાં ઉપસ્થિત રહેવા બોટાદ જિલ્લાની જનતાને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment