યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત જન-જન સુધી પ્રસરી ચૂકી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે જન-જન સુધી પ્રસરી ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે,વડાપ્રધાનશ્રીના પ્રયત્નોને કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ભારત અનેક વિદ્યાઓમાં પારંગતતા ધરાવતો હતો અને સમગ્ર વિશ્વ તેનું અનુકરણ કરતુ હતું તેનું ઉત્તમ ઉદાહરણ યોગ વિદ્યા છે. કોરોના સમયે આપણને યોગ,આસન, પ્રાણાયામ વગેરેની મહત્તા સમજાઈ છે. પોપ્યુલર પ્રકાશનના માલિકશ્રી સુધીર શિવાનંદ ગોકડે જણાવ્યું કે, પોપ્યુલર પ્રકાશન દ્વારા ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે યોગનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.તેમાં યોગ, યોગાસન અને સ્પોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તેની અંદર સામાન્ય જ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ માટે ઉપયોગી બની શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, સાત વર્ષ પહેલા પણ યોગા વિશે પુસ્તક તૈયાર કર્યું હતું. આ તેનું સુધારેલું સંસ્કરણ છે. આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment