હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદનના સભાખંડ ખાતે, જિલ્લા પ્રભારી સચિવ શ્રી પ્રવીણ સોલંકીના અધ્યક્ષસ્થાને વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શ્રી પ્રવીણ સોલંકીએ વિવિધ વિભાગો અંતર્ગત ચાલી રહેલા વિકાસકામોની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને વિકાસના કામોને વધુ વેગ આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.સાથે જ આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, વાસ્મો (WASMO), તેમજ માર્ગ અને મકાન (સ્ટેટ અને પંચાયત) વિભાગના અધિકારીઓને પોતે જાતે રૂબરૂ જઈને કામગીરીનું મૂલ્યાંકન (રીવ્યુ) કરવા સૂચના આપી હતી. ગ્રામ્યજનોને પાયાની માળખાકીય સુવિધાઓ ઝડપથી અને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમણે આયોજનબદ્ધ કામગીરી કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનિશ કલેક્ટર મુસ્કાન ડાગર, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ તેમજ જિલ્લાના તમામ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
