હિન્દ ન્યુઝ, લાખણી
રાજપૂત (જોજા) કુળની રક્ષા કરનાર ઈષ્ટ દેવ શ્રી ગોગા મહારાજ (રૂપાબાપુના ગોગા) અને ભુવાજી રામાજી બાપુની જુબાનના ટીચવે વાત માંડનાર દેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં ૧૦૧ થી વધુ સ્કોર્પિયો ગાડી અને ૧૦૦ થી વધુ બાઈક- બુલેટના કાફલા દ્વારા ગોગા મહારાજની મુર્તિ લેવા વાવ તાલુકાના ઢિમા ધામે ગયા હતા. જ્યાંથી ડીજે અને વાગતા ઢોલે ગણતા ગોગા મહારાજ મંદિર સુધી હજારોની જન મેદની ઉમટી પડી હતી.કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે રસ્તામાં અન્ય ગામોના લોકો દ્વારા પણ બાપુના ઠેર-ઠેર સામૈયા અને ફુલહારથી વધાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણતા ગામે પહોંચતા જ ગણતા ગામમાં આકાશની બુલંદીઓને છુંતા રંગબેરંગી ફટાકડાથી આકાશ કલરફૂલ બની ગયું હતું. ઢોલના તાલે અને ગોગા મહારાજના જયઘોષથી ગગન ગાજી ઉઠ્યું હતું. ગોગા મહારાજના મંદિરની મુખ્ય શેરીને ફુલો પાથરી સજાવવામા આવી હતી, ફુલોઆચ્છાદિત હાર અને કલરફૂલ લાઈટીન્ગથી મંદિરની શોભા સાતમા આસમાનને આંબી રહી હતી. રાજપૂત (જોજા) પરીવાર દ્વારા પ્રસાદ (ભોજન) ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અલૌકિક અને યાદગાર બની રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગણતા ગામે ૨૫ વર્ષ અગાઉ ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના માટે ઢીમા ધામે પંચ ધાતુ અને ચાંદીની મૂર્તિ બનાવવા આપવામાં આવી હતી પરંતુ ગોગા મહારાજની મૂર્તિ લેવા મંજૂરી મળતી નહતી. આખરે આ વખતે ઘણી વિનવણી બાદ મંજૂરી મળતા ખુશ ખુશાલ હિંદવાણી રાજપૂત સમાજ અઢારેય આલમ સાથે મૂર્તિ લાવી સ્થાપના કરી હતી. યાત્રાધામ ઢીમાથી ગણતા સુધી ઠેરઠેર રસ્તામાં આવતા ગામડાઓમાં ભુવાજી રામાજી નાગાજી રાજપૂતનું સામૈયા સહ સન્માન થયું હતું. તેમણે ભાવિકોને ખમ્મા મજાના આશીર્વાદ આપી દેશમાંથી સત્વરે કોરોના મહામારી દૂર થાય અને દેશ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવે તેવી ગોગા મહારાજને પ્રાર્થના કરી હોવાની જણાવ્યું હતુ.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી