હિન્દ ન્યુઝ, કેવડિયા
➡️ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
➡️ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ₹307.83 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ₹118.88 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થશે
➡️ એકતાનગરના પ્રવાસીઓ માટે સુવિધાયુક્ત IRCTC હોટેલ, એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ, ઇકો ટ્રેઇલ જેવા નવા પ્રવાસન આકર્ષણોનો થશે ઉમેરો
➡️ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એકતાનગર તેમજ સ્ટેચ્યુ ઑફ યુનિટીનો વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ
