હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્ય સ્વાગત નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે તેમના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવેદનાપૂર્વક અરજદારોની રજૂઆતો-પ્રશ્નોને સાંભળ્યા.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેનું વધુ એક ઉદાહરણ સપ્ટેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં જોવા મળ્યું. કાર્યક્રમ દરમિયાન 94 વર્ષના એક વૃદ્ધાએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને મળવાપાત્ર ભરણપોષણની રકમ અંગે અરજી રજૂ કરી હતી. તેમની વેદનાભરી રજૂઆત સાંભળીને મુખ્યમંત્રીએ માનવીય સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડતાં તાત્કાલિક સંબંધિત જિલ્લા કલેક્ટરને આ વૃદ્ધાને વિનાવિલંબે ભરણપોષણની રકમ સુનિશ્ચિત રીતે મળે તેવો આદેશ કર્યો હતો.
