હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા અને માં જગદંબાની આરતી ઉતારી સૌ આઇપીએસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી.
આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
