ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવાના આશયથી ૦૨ ‘આયુષ્યમાન આરોગ્ય મંદિર’ના ખાતમુહૂર્ત ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરાયુ હતું. આ પ્રસંગે રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે રણોલી ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર-રણોલી તથા રૂ.૪૫.૦૦ લાખના ખર્ચે કીંખલોડ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર- કીંખલોડ મળી કુલ રૂ.૯૦ લાખના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નિર્માણથી સમાવિષ્ટ વિસ્તારના નાગરિકોને સ્થાનિક ધોરણે જ…
Read More