દિયોદર ના સોની થી વડેચીનગર પાકો માર્ગ બનાવવાની માંગ ને લઈ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના સોની ગામ થી વડેચીનગર વિસ્તાર તરફ જતો દોઢ કિમિ અંતર નો માર્ગ બનાવવાની માંગ સાથે આજે ગ્રામજનોએ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે. જેમાં ૧૫ દિવસ માં માંગણી નહીં સંતોસાય તો કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના સોની ગામ થી વડેચીનગર જતો માર્ગ છેલ્લા ૧૫ વર્ષ થી કાચો માર્ગ છે. જેમાં ચોમાસા સમય આ માર્ગ પર પાણી ભરાવાથી રહીશો નીકળી શકતા નથી. જેમાં આ માર્ગ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્ય અને ગાંધીનગર મુખ્યમંત્રી ના કાર્યાલય સુધી અનેક રજુઆત કરી છે, પરંતુ હજુ સુધી આ માર્ગ પાકો બનાવવામાં આવ્યો નથી. જેમાં માર્ગ પાકો બનાવવાની માંગણી ને લઈ આજે સ્થાનિક રહીશો દ્વારા દિયોદર મામલતદાર કે કે ઠાકોર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં સ્થાનિક રહીશો એ જણાવેલ કે અમો છેલ્લા ૧૫ વર્ષ થી આ માર્ગ ને પાકો બનાવવાની માંગણી કરીએ છે. છતાં આજ દિન સુધી આ માર્ગ પાકો બન્યો નથી અહીં વડેચીનગર પ્રાથમિક શાળા આવેલ છે.

જેમાં આજુ બાજુ વિસ્તાર માંથી બાળકો અભ્યાસ અર્થ આવે છે. જેમાં કાચો માર્ગ હોવાથી બાળકો ને ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. જો આ માર્ગ પાકો બનાવવામાં નહીં આવે તો અમો આગામી સમય ચૂંટણી નો બહિષ્કાર કરીશું અને ૧૫ દિવસ માં નિર્ણય નહીં આવે તો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. સ્થાનિક લોકો નું કહેવું છે કે કોરોના સમય શાળા ઓ બંધ છે પરંતુ હવે શાળા ઓ ખુલશે જેમાં ચોમાસા માં વરસાદી પાણી ભરાવાથી અમો પણ અહીં થી પસાર થઈ શકતા નથી અને બાળકો ને પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પાકો બનાવવામાં આવે તો ઘણી મુશ્કેલી દૂર થાય તેમ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment