હિન્દ ન્યૂઝ, નડિયાદ
નડિયાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુથાર ના માર્ગદર્શન અનુસાર કઠલાલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચરેડ દ્વારા કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ મુકામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સારું covid 19 વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલના કુલ ૩૬૬ અધિકારી-કર્મચારી તથા બિનહથીયારી મહિલા લોકરક્ષક, તાલીમાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલના, નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર માળી સૌપ્રથમ covid વેક્સિંગની વેક્સિનેશનનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તાલીમકેન્દ્રના તમામ સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યુ હતુ. વેક્સિનેશનની કોઈ આડઅસર થયેલ નથી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. સૌરવ વી.શાહ, જિલ્લા ઓફિસર ડોક્ટર અજીત ઠાકર PHC ચરેડના મેડીકલ ઓફિસર, હિતેશ આઈ. ચૌહાણ, ડો. નમ્રતાબેન સુતરીયા તમામ મ.પ.હે.વ ફિમેલ હેલ્થ વર્કર PHC સુપરવાઇઝર એમ.આર.ડાભીનાઓએ કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા ભરત માળી ડી.વાય.એસ.પી કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ તથા સ્ટાફનાઓએ મહત્વની ભૂમિકા ભજવેલ હતી.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ