થરાદ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, થરાદ

                ચૌરીચૌરા ઘટના ના શતાબ્દી વર્ષ નિમિતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ સાત ટીમો એ ભાગ લીધો. દરેક ટીમો માં સાત સાત વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવ્યા હતા. ટીમોના નામ ગાંધી, સુભાષ, નેહરુ, તિલક, ગોખલે, ભગતસિંહ, આઝાદ એમ નામ રાખવામાં આવ્યા. જેમાં પ્રથમ ક્રમ ભગતસિંહ ટીમે ૧૧૦ પોઇન્ટ મેળવ્યો. બીજો ક્રમ ગોખલે અને ત્રીજા ક્રમે ટીમ ગાંધી અને સુભાષ રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા માર્ગદર્શન ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને nss વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં સ્કોરર તરીકે ગુજરાતી અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રતિલાલ રોહિત અને ડૉ. પ્રશાંત શર્મા દ્વારા કરવામાં આવ્યું. અતિથિ તરીકે ડો. આનંદ કુમાર આવ્યા અને કોલેજના આચાર્ય આર. કે. ચોવટીયા ની ઉપસ્થિતિ પણ નોંધનીય રહી. સમગ્ર કાર્યક્રમ nss ના વિદ્યાર્થીઓ અને દ્રશ્ય શ્રાવ્ય વિભાગના કે.કે.કટારીયા ની જેહમત થી સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યો.

રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment