મહીસાગર એઆરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતી જનજાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર

લુણાવાડા મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા રોડ સેફ્ટી અંતર્ગત અકસ્માત નિવારણ જનજાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી લુણાવાડા ચારકોશિયા નાકાથી કોટેજ ચાર રસ્તા સુધી પોસ્ટરો બેનરો સાથે મુખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં એઆરટીઓ વિપુલ ગામીત, ઈન્સ્પેકટર જે.ટી.વસાવા, આસી.ઈન્સ્પેકટર એસ.બી.ચુડાસમા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ.બી.ખરાડી અને એઆરટીઓ કચેરીના કર્મીઓ, ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા. મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું.

માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અહેવાલ મુજબ દર વર્ષે વિશ્વમાં અંદાજીત ૧૩,૫૦,૦૦૦ લોકો માર્ગ અકસ્માતથી પોતાનો જીવ ગુમાવે છે અને અંદાજે ૫૦ લાખ લોકો નાની મોટી ઇજાઓને ભોગ બને છે. માર્ગ અકસ્માત ૨૦૨૦ના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં ૧૩,૨૪૩ જેટલા રોડ અકસ્માત થયેલ હતા. જેમાં ૬૦૫૧ જેટલા લોકો મૃત્યુ થયેલ છે અને ૧૮૦૬૯ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.

ત્યારે પ્રજાજનો જેઓ માર્ગનો ઉપયોગ પોતાના દૈનિક જીવનમાં કરે છે. તેઓ અકસ્માતનો ભોગ ન બને અને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લોક જાગૃતિ ફેલાય તે હેતુ થી બાઇક રેલી માધ્યમથી અપીલ કરાઇ હતી કે “ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને જ વાહન હંકારવું કે જેથી તેઓને અથવા અન્ય કોઇ વ્યક્તિ કે જે માર્ગના ઉપયોગ કરે છે તેઓ કોઇ માર્ગ અકસ્માતનો ભોગ ન બને તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી લુણાવાડા-મહિસાગર દ્વારા જણાવાયું છે.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment