શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓને બોલપેન પેન્સિલ ભેટ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ

      ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો ચાલી રહી છે. ત્યારે આખા વર્ષની મહેનત બાદ મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષાઓ માં જતા પેહલા વિદ્યાર્થીઓ માતાપિતાને અને ભગવાન ને પગે લાગીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા હોય છે. ત્યારે વેરાવળ ખાતે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવનાં વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. સોમનાથ ટ્રસ્ટ ને અમદાવાદ ના એક ભક્ત દ્વારા બોલપેન ને પેન્સિલ અર્પણ કરવામાં આવી હતી. ભક્ત ની ઈચ્છા હતી કે આ બોલપેન અને પેન્સિલ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સોમનાથ મહાદેવની ભેટ સ્વરૂપે આપવામાં આવે.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં પરીક્ષા પે ચર્ચા અને ભાર વિનાના ભણતરના સંદેશથી પ્રભાવિત થઈને અમદાવાદના એક ભક્ત દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને આપવા સોમનાથ મહાદેવને બોલપેન પેન્સિલ અર્પણ કરવામાં આવે છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂજારી શ્રી, કર્મચારીઓ અધિકારીઓ દ્વારા વેરાવળ ખાતે આદિત્ય બિરલા સ્કૂલ, મણીબેન કોટક શાળા, અંકુર સૌરભ શાળા, કે કે મોરી શાળા ખાતે 51 બ્લોકના 1329 થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાદેવના આશીર્વાદ સાથે આ વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ઉપરોક્ત કેન્દ્રો પર જઈને પ્રત્યેક પરીક્ષાર્થીને બોલપેન અને પેન્સિલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા પૂર્વે સોમનાથ મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ ધન્ય બન્યા હતા.

Related posts

Leave a Comment