બાગાયતની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખૂલ્લું મૂકાયું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રો માટે બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તા. ૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, બેંક પાસબૂકની નકલ, આધારકાર્ડની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પૂરાવાની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.

Related posts

Leave a Comment