૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત પ્રસૂતિ

૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત પ્રસૂત —— હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના ભેરાળા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતા ૧૦૮ એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધુ થતાં એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આ અંગે વધુ વિગતો આપતા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી રમેશ બામણિયાએ જણાવ્યું હતું કે, ભેરાળા ગામની મહિલાને પ્રસૂતિની પીડા થતી હોવાનો કોલ મળતા જ પાયલોટ આકાશભાઈ પંડયા સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સાથે જ હોસ્પિટલ લઈ જતાં સમયે મહિલાને પ્રસુતિની પીડા અસહનિય બની…

Read More

ડાંગ જિલ્લા આહવા એસ.ટી ડેપો મેનેજર દ્વારા મુસાફર જનતાંને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવી રાખવા અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ    એસ.ટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી ન કરવા અને એસ.ટી વિભાગને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ છતાંય ઘણા મુસાફરો અને લોકો દ્વારા બસ સ્ટેશન અને બસની અંદર ગંદકી કરવામાં આવે છે. આવા મુસાફરો અને ગંદકી કરનારા સામે એસટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.  આહવા એસ.ટી ડેપો મેનજરના જણાવ્યાં અનુસાર દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે ત્યારે આપણે પણ સો લોકો સ્વચ્છતાં ઝૂંબેશમાં જોડાઇએ. અને ગંદકી ના…

Read More

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર ૨૫,૨૬,૨૭ ફેબ્રુઆરીએ આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ     ભુજ તાલુકાના હરીપરના ફાયરિંગ બટ ઉપર તા. ૨૫ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૧, ૨૬ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૨ અને ૨૭ ફેબ્રુઆરીના રેન્જ નં.૦૩ ખાતે 1(l) Armd Sqn ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવનારી છે. જેથી આ ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફાયરિંગ પ્રેક્ટિસના લીધે કોઈપણ વ્યક્તિને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ- કચ્છ…

Read More

પ્રાકૃતિક કૃષિ દ્વારા નાળિયેરી પાકમાં આવતી સફેદ માખીના ઉપદ્રવનું નિયંત્રણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     પ્રાકૃતિક કૃષિ મનુષ્યના શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયાં છે. ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીનો પાક મોટા પ્રમાણમાં વાવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી નાળિયેરીમાં રૂગોઝ સ્પિરિલિંગ વ્હાઇટ ફ્લાય (સફેદ માખી) નો ગંભીર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેનું નિરાકરણ પ્રાકૃતિક કૃષિમાં સમાયેલું છે. સફેદ માખી પાંદડાના નીચેના ભાગમાં વસવાટ કરીને રસ ચૂસી લે છે, જેના કારણે પાંદડા પીળા પડી જાય છે, સુકાઈ જાય છે, ઝાડની વૃદ્ધિ ધીમી પડે છે, ફૂલ-ફળની ધારણ ક્ષમતા ઘટે છે અને…

Read More

ડાંગ દરબારમાં ડાંગ સેવા મંડળ ખાતે ડાંગના દરબારીઓને ખરીદીની વ્યાપક તક

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર -૨૦૨૬’ નો તા.૨૬/૨/૨૦૨૬ થી પ્રારંભ થનાર છે. આ ડાંગ દરબારનો મેળો તા.૩/૩/૨૦૨૬ સુધી આહવા ખાતે યોજાશે. ‘ડાંગ દરબાર’ના આ ઐતિહાસિક લોકમેળામાં ૪૫ થી વધુ સ્થાનિક સખી મંડળના સ્ટોલ તથા બહારના ૯૫૦ થી વધુ વેપારીઓને પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. સાથે જ જિલ્લાના અન્ય સખી મંડળોને પણ સ્ટોલ ફાળવણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાંગ દરબારનો મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને એક જ સ્થળેથી ‘પ્રાકૃતિક ડાંગ’ ની વિવિધ પેદાશો, સાથે હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવાનો લહાવો મળી રહે…

Read More

.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાશે

હિન્દ ન્યુઝ, સોમનાથ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સમય પત્રક મુજબ તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓના સુનિયોજીત આયોજન માટે તમામ પરીક્ષા સ્થળોએ વર્ગ-૧ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરવામાં આવ્યાં છે. આ પરીક્ષાઓ માટે નિયુકત થયેલા ધોરણ-૧૦/૧૨ના સરકારી પ્રતિનિધિઓની તાલીમ વેરાવળની સરકારી બોય્ઝ હાઈસ્કુલ ખાતે યોજાઈ હતી. આ તાલીમમાં બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી PATA એપ્લીકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને આ એપ્લિકેશન તમામ સરકારી પ્રતિનિધિઓના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો…

Read More

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્રને પાંચમી વખત બેસ્ટ સેન્ટરનો એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, નવસારી     નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના ડો. અંકુર પટેલ જણાવે છે કે ભારતીય કૃષિ અનુસંધાન (ICAR) ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP an FRUITS) ફળની ૧૩મી વાર્ષિક ગ્રુપ ડીસ્કશન મીટીંગ તા.૯ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન જી.બી. પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ઉતરાખંડ ખાતે યોજાઇ હતી.  જેમાં દેશના વિવિધ ૪૯ ટ્રોપીકલ અને સબટ્રોપીકલ ફળ સંશોધન કેન્દ્રો તથા સંસ્થાની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ.. ગણદેવીને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ ભારતીય કૃષિ અનુસંધાનના આસીસ્ટંટ ડાઇરેક્ટર જનરલ…

Read More

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના પિપલદહાડ ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ    Bગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગના સુબીર તાલુકામાં સમાવિષ્ટ પિપલદહાડ ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.  જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની રીત વિશે સમજણ આપવામાં આ હતી. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે…

Read More

જૂનાગઢમાં ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ અંતર્ગત બે દિવસીય તાલીમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢમાં ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ અંતર્ગત આજથી બે દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું બજાર વ્યવસ્થાપન, જમીનના આરોગ્યની સુધારણા સહિતના મુદ્દે કૃષિ તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  જૂનાગઢ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા આયોજિત બે દિવસીય પ્રાકૃતિક કૃષિ સંદર્ભેની તાલીમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુનિલ છોડવડીયાએ પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભરૂપ પાંચ આયામો, જમીનનું આરોગ્ય અને પોષક તત્વોનું સંચાલન વિશે માર્ગદર્શન કર્યું હતું, ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર કેવલ હિરપરાએ પણ પ્રાકૃતિક કૃષિમાં પિયત વ્યવસ્થાપન અને જળસંચય તથા બાયો ઇનપુટ બનાવવાની પદ્ધતિઓ…

Read More

ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા આયોજિત વસતી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક મુખ્ય સચિવ એમ.કે. દાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાઈ. 2027ની વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે કે જેમાં પ્રથમ તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી થશે જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે; ગુજરાતમાં HLOની કામગીરી આગામી એપ્રિલ-મે વર્ષ 2026 દરમિયાન શરૂ થશે કે જેમાં નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ બેઠકમાં ગુજરાતની…

Read More