ડાંગ જિલ્લા આહવા એસ.ટી ડેપો મેનેજર દ્વારા મુસાફર જનતાંને બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવી રાખવા અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ

   એસ.ટી તંત્ર દ્વારા ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી ન કરવા અને એસ.ટી વિભાગને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ છતાંય ઘણા મુસાફરો અને લોકો દ્વારા બસ સ્ટેશન અને બસની અંદર ગંદકી કરવામાં આવે છે. આવા મુસાફરો અને ગંદકી કરનારા સામે એસટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

આહવા એસ.ટી ડેપો મેનજરના જણાવ્યાં અનુસાર દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતાં ઝૂંબેશ ચલાવવામાં આવે છે ત્યારે આપણે પણ સો લોકો સ્વચ્છતાં ઝૂંબેશમાં જોડાઇએ. અને ગંદકી ના કરીએ તેમજ તેઓ મુસાફર જનતાને અપીલ કરતાં જણાવે છે કે, બસ સ્ટેન્ડના પરિસરમાં કચરો ન નાખવા તેમજ કચરાપેટીનો ઉપયોગ કરવા માટે પોસ્ટરો પણ બસ સ્ટેન્ડ ઉપર લગાવામાં આવેલ છે. ત્યારે કચરો કચરાં પેટીમાંજ નાખવાનો આગ્રહ રાખીએ, તેમજ બસની અંદર પણ કચરા પેટી મૂકવામાં આવી છે ત્યારે તેનો ઉપયોગ કરીએ અને બસમાં તેમજ બસ સ્ટેન્ડના પરિસરમાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવા અને હંમેશા કચરો કચરા પેટીમાં જ ઉપયોગ કરીએ. 

વધુમાં જો મુસાફરો દ્વારા ગમે ત્યાં કચરો ફેંકવામાં આવશે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ ડેપો મેનેજર દ્વારા કરવામાં આવી છે. 

Related posts

Leave a Comment