૧૦૮ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત પ્રસૂત
——
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના ભેરાળા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતા ૧૦૮ એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધુ થતાં એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી રમેશ બામણિયાએ જણાવ્યું હતું કે, ભેરાળા ગામની મહિલાને પ્રસૂતિની પીડા થતી હોવાનો કોલ મળતા જ પાયલોટ આકાશભાઈ પંડયા સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સાથે જ હોસ્પિટલ લઈ જતાં સમયે મહિલાને પ્રસુતિની પીડા અસહનિય બની હતી. આ રીતે રસ્તામાં જ કુશળતાપૂર્વક જરૂરી સારવાર આપી મહિલાની સુરક્ષિત પ્રસૂતિ કરાવતાં મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ બંનેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
