વેલકમ પ્રોગ્રામ અંતર્ગત શારદા મંદિર વિદ્યાલય લુણાવા ખાતે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

હિન્દ ન્યુઝ, થરાદ

            કોવીડ -19 મહામારી વચ્ચે સરકાર ની ગાઇડ લાઇનને અનુસરીને આજથી રાજ્યની શાળાઓમાં ધોરણ 10 અને 12 નો અભ્યાસ ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આજરોજ શારદા મંદિર વિદ્યાલય લુણાવા માળી ફાર્મ તા. થરાદ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શાળામાં પોલીસ વિભાગની ટીમ પીએસઆઇ જાલોરી તેમજ સ્ટાફ હાજર રહ્યા.

            જેતડા પી.એચ.સી ની ટીમ આર.એસ મગરવાડિયા, એફ એચ અઘારીયા, નીતાબેન રાઠોડ, પીરાભાઈ ચૌધરી, બિજલબેન ચેનવા ઉપસ્થિત રહ્યા. લાયન્સ ક્લબ જેતડા ના પ્રમુખ ડો. ભુરાભાઇ રાજપુત, મંત્રી ડો. મેહુલ ભાઈ રાજપુત, ખજાનચી ડો. અશોકભાઈ પટેલ તથા લાયન્સ ક્લબ જેતડા ના આદ્ય સ્થાપક ડો. રાકેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

                પીએસઆઇ જાલોરીએ કોરોના થી બચવા વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર નો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. માળી ફાર્મ ગામના પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ નારણાજી માળી તરફથી વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવ્યા. આખી શાળાને સેનેટાઈઝ કર્યા પછી જ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. શાળાના આચાર્ય હિંમતલાલ માળી તથા સ્ટાફ ગણ સવજીભાઈ પટેલ, વૈશાલીબેન ત્રિવેદી, હંસરાજ ભાઈ ચૌધરી, નાનજીભાઈ ઠાકોર અને મહેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન વિશે સમજૂતી આપી અમે તેનું પાલન કરવાનું સૂચન કર્યું.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment