ઓવરબ્રિજ ના કામકાજ સમય ડાયવર્જન માર્ગ પર ભુવા પડ્યા

દિયોદર ગટર નું ગંદુ પાણી ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય

સ્થાનિક લોકો ની રજુઆત

મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉર્ગ રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર

                     દિયોદર હાઇવે વિસ્તાર પર કરોડો રૂપિયા ના ખર્ચે ઓવરબ્રિજ નું કામ ચાલી રહું છે. જેમાં વાહનો માટે ડાયવર્જન આપવામાં આવ્યો છે. જેમાં આ માર્ગ પર ગટર નું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળી આવ્યો છે. જે અંગે ઉર્ગ રજુઆત કરાઈ છે.

                      દિયોદર રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ ની કામગીરી ચાલતી હોવાથી ડાયવર્જન આપવામાં આવ્યું છે અને વાહનો માટે સાઈડ રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ માર્ગ પર ઘણા સમય થી ભુવા પડતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. જેમાં રાત્રી ના સમય તુલસી હોટલ દ્વારા રાત્રી ના સમય જેસીબી દ્વારા ખોદકામ કરી હોટલ નું કનેકશન ગટર સાથે જોડી દીધું છે.

                          જ્યાંથી પાણી નો ખુબજ દુર્ગઘ મારતો આવરો રહે છે. આગળ પાણી નો નિકાલ ન થતો હોવાથી જેના કારણે રોડ ઉપર સતત પાણી વહી રહું છે. જેનાં કારણે કોરોના વાઇરસ વચ્ચે ગંભીર રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે. જેમાં માર્ગ માંથી પસાર થતા લોકો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેમાં રોગચાળો ફેલાવનો ભય થતા સ્થાનિક લોકો એ યોગ્ય પગલાં ભરવા દિયોદર મામલતદાર કચેરી ખાતે લેખિત માં રજુઆત કરી છે. આ બાબતે સ્થાનિક લોકો એ જણાવેલ કે ગટર નું પાણી અને હોટલ નું પાણી એક થતા રસ્તા વચ્ચે પાણી વહી રહું છે. જેમાં આ પાણી ખૂબ દુર્ગઘ મારતું હોવાથી રોગચાળો ફેલાવાનો ભય છે. જે યોગ્ય નિવારણ આવે તે માટે અમો એ આ રજુઆત કરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment