રાજકોટ શહેર કલેકટર ને રાજસ્થાનનો પત્ર કોઈ મજૂરને મોકલતા નહીં

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના કલેકટરે તો અલગથી પણ પત્ર પાઠવ્યો છે. ઝાલોરના જિલ્લા કલેકટર હિમાંશુ ગુપ્તા એ રાજકોટ જિલ્લા કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે. અને તેથી આ જિલ્લામાંથી રાજસ્થાનમાં કોઈને પણ મોકલતા નહીં. અને અનુમતિ હશે કે નહીં હોય, અમે અમારા જિલ્લામાં આવી કોઈ વ્યકિતને પ્રવેશવા દેવાના નથી. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટની માફક ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લા કલેકટરોને પણ રાજસ્થાન તરફથી આ પ્રકારની સુચના મળી ગઇ હોવાનું જાણવા મળે છે. જે તે જિલ્લા કલેકટરોને સીધા જ પત્ર લખવામાં આવ્યા છે. દરેક જિલ્લાના કલેકટરોએ આ બાબતે રાય સરકારનું પણ ધ્યાન દોયુ છે. અને આગામી દિવસોમાં જે તે રાયના મજૂરોને તેમના રાયના પરત મોકલવાનુ થાય તો રાજસ્થાનના કારીગરોનું શું તેવું માર્ગદર્શન પણ માંગવામાં આવેલ છે. એકાએક લોકડાઉન આવ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો ફસાયા છે. અને તત્રં દ્રારા ખાસ કોઇ વ્યવસ્થા થાય અથવા તો આગામી તા.૩ મે ના રોજ લોકડાઉન ઉઠાવી લેવાય તેની રાહ જોઈને બેઠા છે. તા.૩ મેના રોજ લોકડાઉન ઉઠાવી લેવાશે, હળવું કરાશે કે યથાવત રખાશે તેની કોઈ હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી જ રીતે તત્રં દ્રારા પણ ફસાયેલા લોકોને પોતાના વતન મોકલવા માટે અલગથી કોઇ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment