દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો

દેવગઢ બારીયા,

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી તમાકુ નો જથ્થો સિમેન્ટની આડ માં છૂપાવી ને લઇ જતા પોલીસે ઝડપી પાડ્યો, ગોધરા થી દાહોદ તમાકુ નો જથ્થો લઈ જવા તો હતો. 300 તમાકુ ના ડબ્બા હોવાની બાતમી મળી હતી. સિમેન્ટની આડમાં લઈ જવાતો તમાકુ નો જથ્થો ઝડપાયો. બાગબાન તમાકુ ના 225 નગ ડબ્બા ઝડપાયા.
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા ઉપરથી સિમેન્ટ ની આડ માં લઇ જવાતો થી 225 નંગ બાગબાન તમાકુ ના ડબ્બા બાતમી આધારે પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરતા અન્ય તમાકુના વેપારીઓમાં ફફડાટ.
પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં લોક ડાઉન ના કારણે તેમજ તમાકુ ગુટકા ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યારે હાલમાં ગુટકા તેમજ પાન પડીકી નો વેચાણ જાહેરમાં બંધ થયું છે જેના કારણે તમાકુ સહિત પાન બીડી સિગારેટ નો ભાવ દસ ગણો વેપારીઓ દ્વારા તમાકુના બંધારણીય પાસેથી લેવામાં આવે છે અને ગેરકાયદેસર આ પાન બીડી ગુટકા જથ્થાનો સપ્લાય અંદરખાને મોટા પાયે થઇ રહ્યો હોય તેમ દેખાય રહ્યું છે ત્યારે આજ તારીખ ૨૯ એપ્રિલ ના રોજ લીમખેડા ડીવાયએસપી દેસાઈને બાતમી મળી હતી કે દેવગઢ બારિયા તાલુકા ભથવાડા ટોલ નાકા ઉપરથી ગોધરા તરફથી દાહોદ તરફ સિમેન્ટ ભરી જતી એક ટ્રકમાં મોટાપાયે તમાકુ નો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી ટ્રક નંબર જી જે 17. યુ યુ 5346 આવતા પોલીસે તેને સાઇડમાં ઊભી રખાવી તેના ચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતાં એને પોતાનું નામ યુસુફ એહમદ મદારા રહે.

સાલિયા તાલુકો મોરવા જીલ્લો પંચમહાલનો હોવાનું જણાવેલ તેમજ તેની સાથે બેસેલ નું નામ માં નારાયણ સિંગ કાળુભાઈ પટેલ રહે શહેરા નું જણાવેલ ત્યારે પોલીસે ટ્રક માં તપાસ કરતા આ ટ્રક ના પાછળ ના ભાગે સીમેન્ટની થેલીઓ ભરેલી હતી અને તે પછી ટ્રકના કેબીનમાં જોતા કેબિનમાંથી તમાકુ બાગબાન ટોબેકો 138 ના પતરા ના ડબ્બા નંગ 225 રૂપિયા43.875 ના તેમજ સિમેન્ટ ભરેલી ટ્રક કિંમત રૂપિયા 500000 મળી ફુલ મુદ્દામાલ પાંચ લાખ તેટલી5.43. 875 નો પોલીસે ઝડપી પાડી ટ્રકચાલક સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્યારે તમાકુ જથ્થાની હેરાફેરી કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

રીપોર્ટર : વિજય બચાણી, દાહોદ

Related posts

Leave a Comment