કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી- કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી

હિન્દ ન્યુઝ, સુરત

પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલા

સ્તંભેશ્વર તીર્થના વિકાસથી કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા પ્રભાવિત 

પવિત્ર શ્રાવણ માસમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન અને દર્શન કરી શિવજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સ્તંભેશ્વર આશ્રમના વિદ્યાનંદજી મહારાજે મંત્રી પરશોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે સ્તંભેશ્વર મહાદેવના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી. પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવી સ્તંભેશ્વર તીર્થના વિકાસથી પ્રભાવિત થયા હતા. આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, આગેવાન પદાધિકારીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment