રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા  રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને સ્થળ પર ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા  રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મેઇન રોડ, વાણિયાવાડી મેઇન રોડ, સહકાર મેઇન રોડ, ગાયત્રી નગર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૭ પેઢીની ચકાસણી દરમિયાન ૦૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતી સિલ્વર ફોઈલ વાળી મીઠાઇ, કાજુ કતરી, પેંડા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  (૧) જલારામ પેટીસ (૨)મુરલીધર પેટીસ (૩)સમર્પણ પેટીસ (૪)શક્તિ વિજય ફરસાણ (૫)જલારામ ડેરી ફાર્મ (પેટીસ) (૬)શ્રી અશોક ડેરી ફાર્મ / પેટીસ (૭)શ્રી ગૌતમ ફરસાણ (૮)ભાનું પેટીસ (ફરાળી પેટીસ) ને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (૯)જલિયાણ ફરસાણ (૧૦)ઉમિયા ફરસાણ (૧૧)જય સિયારામ ફરસાણ (૧૨)મહાવીર નમકીન (૧૩)શ્રી ધારેશ્વર ડેરી ફાર્મ (૧૪)જય યોગેશ્વર ડેરી ફાર્મ (૧૫)અશોક વિજય ડેરી ફાર્મ (૧૬)સત્યમ ડેરી ફાર્મ (૧૭)દિલિપ ડેરી ફાર્મ (૧૮)જય કિશાન ડેરી ફાર્મ (૧૯)મુરલીધર ફરસાણ (૨૦)ગણેશ ડેરી ફાર્મ (૨૧)નવનીત ડેરી ફાર્મ (૨૨)શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (૨૩)માટેલ ડેરી ફાર્મ (૨૪)કનૈયા ડેરી ફાર્મ (૨૫)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર (૨૬)ભારત ડેરી ફાર્મ (૨૭)વિકાસ ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૬ નમૂના લેવામાં આવેલ :-

(૧) કટક બટક રાજગરા ભાખરી, પ્યોર ફરાળી (૨૦૦ gm પેક્ડ): સ્થળ –ભગવતી સ્વીટ & નમકીન -સદગુરુ તીર્થધામ સામે, રૈયા રોડ, રાજકોટ.

(૨) રાજમોતી ફિલટર્ડ ગ્રાઉડનટ ઓઇલ (15 kg પેક્ડ ટીનમાંથી): સ્થળ –રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ -ભાવનગર રોડ, રાજકોટ.

(૩) રાજમોતી રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (15 kg પેક્ડ ટીનમાંથી): સ્થળ –રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ -ભાવનગર રોડ, રાજકોટ.

(૪) કિશાન બ્રાન્ડ ડબલ ફિલ્ટર સીંગતેલ (15 kg પેક્ડ ટીનમાંથી): સ્થળ –મહેંદ્ર ઓઇલ મિલ -ટાગોર રોડ, રાજકોટ.

(૫) રોયલ રિફાઈન્ડ કોટનસીડ ઓઇલ (15 kg પેક્ડ ટીનમાંથી): સ્થળ –ઉમિયાજી ઓઇલ મિલ -કોઠારીયા રોડ, રાજકોટ.

(૬) શ્રી રામ લીલી ચટણી (લુઝ): સ્થળ -પુષ્કરધામ મેઇન રોડ, રાજકોટ

Related posts

Leave a Comment