રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગામ પંચાયત ની કામગીરી ખોરવાતા તાલુકા વિકાસ અધિકારીને અને નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તલાટી ને કામગીરી ઉપર મુકવાની માંગણી.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુર તાલુકાના સરપંચઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રાધનપુર તાલુકાના 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર હોવાથી ગામ પંચાયત ની કામગીરી ખોરવાતા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને અને નાયબ કલેકટર આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તલાટી ને કામગીરી ઉપર મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.રાધનપુર તાલુકાના 47 ગામના 42 ગામ પંચાયત ના સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રી ને ગામ પંચાયત કચેરી ખાતે મુકવાની માંગણી કરવામાં આવી તેમજ ઝડપી કામગીરી ગામડાઓ માં શરૂ થાય અને ગામડાઓ માં કામગીરી શરૂ થાય જેથી લોકો ને તકલીફ નો સામનો ના કરવો પડે હેતુ થી આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment