આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, આણંદ

     એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે.

3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી છે.

પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.

તા.૨૨/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે.

તા.૨૪/૧૧/૨૦૨૫ સમય 4:00 PM થી તા.૨૬/૧૧/૨૦૨૫ સમય 4:00 PM ના રોજ AUCTION નું Bidding કરવાનું રહેશે.

વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૦૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment