ચોમાસાની ઋતુ દરમિયાન આ રીતે પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવો !

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતનું આગમન થઇ ગયું છે અને જિલ્લાના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદે જમાવટ કરી છે.

 ચોમાસા ઋતુ દરમિયાન જો કેટલીક બાબતોની તકેદારી રાખવામાં આવે અને કેટલીક બાબતોનું ખાસ પાલન કરવામાં આવે તો નાગરિકો પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવી શકે છે.

 ચોમાસની ઋતુમાં ધ્યાન રાખવાની બાબતોમાં સૌએ પીવાના પાણી માટે ઉકાળેલા કે કલોરીશનેશન કરેલ પાણીનો ઉપયોગ કરવો, પીવા માટે જયારે પાણી લઇએ ત્યારે ડોયાનો જ ઉપયોગ કરવો, પાણીના સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા કે જેથી પાણીમાં પોરા ન પડે, હાથ ધોયા પછી જ ખોરાકને રાંધવું અને ખાવું કે ખવડાવવું, ગરમ-તાજો રાંધેલો ખોરાક જ ખાવો અને ખોરાકને હંમેશાં ઢાંકેલો રાખવો, આદુ, તુલસી, સૂંઠ, અજમો, ફુદીનો વગેરે જેવી ઘરગથ્થુ ચીજવસ્તુઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ઉકાળા સ્વરૂપે લેવું, બહાર નીકળીએ કે કોઇપણ વિસ્તારમાં જઇએ ત્યારે ચંપલ કે બુટ હંમેશાં પહેરેલા રાખવા, જો આપણી આજુબાજુ કે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હોય તો તેનો કે ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો અને કચરાનો જયારે નિકાલ કરીએ ત્યારે આ કચરો કચરાપેટીમાં જ નાંખવો, ઝાડા-ઉલ્ટી થાય ત્યારે ઓ.આર.એસ.નો ઉપયોગ કરવો, તેમજ મચ્છરો અને મચ્છરજન્ય રોગોથી બચવા શરીરના ભાગો ઢંકાયેલા રહે તેવા લાંબી બાંયના જ કપડાં પહેરવા અને બિમારીથી બચવા કોઇપણ પ્રકારની બિમારી થઇ હોય તો તેવા કિસ્સામાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી સારવાર લેવાની સાથે રોગ સંબંધિત જાણકારી મેળવવી જેવી બાબતો કરવાથી પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવી શકાય છે.

 વર્ષાઋતુ દરમિયાન કેટલીક બાબતો ન કરવી જોઈએ જેમ કે પ્રદૂષિત/ડહોળા પાણીનો પીવા માટે ઉપયોગ ન કરવો, પીવાનું પાણી ખુલ્લામાં કે ખુલ્લું ન રાખવું, તીખો, તળેલો અને વાસી ખોરાક કે જે બિન આરોગ્યપ્રદ હોય તેવો ખોરાક ન ખાવો અને ઠંડા પીણાનો ઉપયોગ ન કરવો, બહાર કે કોઇપણ વિસ્તારમાં ખુલ્લા પગે ન ફરવું, એંઠવાળ કે કચરો ખુલ્લામાં ન ફેંકવો, અફવાઓનો સમર્થન ન આપવો, ખુલ્લા વીજ વાયરોને અડકવાનું ટાળવું, જયારે બિમારી દરમિયાન ડૉકટરની સલાહ વગર બિનજરૂરી દવાઓનો ઉપયોગ ન કરવો અને બિમારીના કિસ્સાઓમાં સારવારમાં વિલંબ ન કરવો તથા બાળકો, વૃધ્ધો અને કોઇપણ બિમારી હોય તો બહાર જવાનું ટાળવા જેવી બાબતોનું પાલન કરવાથી પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય બચાવી શકાય છે.


Advt.

Related posts

Leave a Comment