સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉચ્ચારેલા શબ્દોને લઈ ‘હિન્દુ સેના’ દ્વારા જામનગરમાં આક્રોશ

હિન્દ ન્યુઝ, જામનગર 

    વિપક્ષ નાં નેતા રાહુલ ગાંધી એ નિયમને નેવે મૂકી સંસદની અંદર ભગવાન શિવ, ગુરુનાનક તેમજ દેવી-દેવતાઓ નાં ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કરેલ છે. સાંસદની ગરિમા ને પણ ધ્યાનમાં ન રાખતા હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલ છે કે, “હિન્દુઓ અસત્ય છે, હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસક છે”.. આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. જેને લઇ જામનગરમાં ‘હિન્દુ સેના’ દ્વારા દિગ્વિજય પ્લોટ ‘હિન્દુ સેના’નાં કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને બુટ ચંપલ નો હાર પહેરાવી સૂત્રોચાર સાથે “પપ્પુ ગાંધીને દેશ નિકાલ કરો” ના તેમજ ‘રાષ્ટ્ર દ્રોહનો ગુનો દાખલ કરો’ એવા સૂત્રોચાર કરી હવાઈ ચોક માં ચપ્પલ મારવાનો કાર્યક્રમ રાખેલ. જેને લઇ પોલીસ તંત્ર સચેત થઈ હવાઈ ચોકમાં ‘હિન્દુ સેના’ના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને કાનૂની કાર્યવાહી કરેલ.

આ સમયે ‘હિન્દુ સેના’નાં ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, શહેર મંત્રી મયુર ચંદન, વિભાગ અધ્યક્ષ અશોક સોલંકી, શહેર પ્રમુખ દીપક પીલાઈ, પૂર્ણકાલીન કિશન નંદા, હાર્દિકસિંહ ચુડાસમા, રાજ પરમાર, સાગર નાગપાલ, મીડિયા સેલના મેહુલ મહેતા, ભાવેશભાઈ ઠુંમર, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, ધીરેન નંદા, ગૌરાંગ ભોજવાણી, જીલ બારાઈ, ઓમ ભાનુશાળી, રામુ મદ્રાસી, અરવિંદભાઇ સોની સહિત અનેક સૈનિકો હાજર રહ્યા આને તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.


Advt.

 

Related posts

Leave a Comment