હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેલવાડીયા નેટ હાઉસ થકી ઋતુ પ્રમાણે કાકડી, ટામેટા, મરચા સહિતની ખેતી કરી મબલખ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે.
વર્ષ દરમિયાન ઋતુ પ્રમાણે હું વધુમાં વધુ ત્રણ પાકનું વાવેતર કરું છું. એક એકર જમીન દીઠ નેટહાઉસ તૈયાર કરવા રાજ્ય સરકાર તરફથી મને ₹16.50 લાખ સુધીની સબસિડી સહાય મળી છે : અશોકભાઈ દેલવાડીયા
