ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના પિપલદહાડ ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ

   Bગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગના સુબીર તાલુકામાં સમાવિષ્ટ પિપલદહાડ ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી. 

જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની રીત વિશે સમજણ આપવામાં આ હતી. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ માહિતી આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment