હિન્દ ન્યુઝ, યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ યોગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ આયુર્વેદના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે હાજર રહ્યા. આ તકે શલ્ય તંત્ર, વિભાગ અધ્યક્ષ, ડૉ. અનિતા કટારીયા એ જણાવ્યુ હતુ કે સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં આયુર્વેદ અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવું અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવાનો…
Read MoreDay: February 26, 2026
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રજા-પ્રશ્નોને વાચા આપતા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી સંલગ્ન વિભાગોને સમસ્યાઓના સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતાં. અરજદારો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ દૂર કરવા બાબત, છેતરપિંડી, રસ્તાનું દબાણ, કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય, નડતરરૂપ અવરોધ દૂર કરવા બાબત, ખેતર વચ્ચે રસ્તો બનાવવા સહિતના પોતાના પ્રશ્નો, રજૂઆતો, માંગણી તથા સમસ્યાઓને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ વ્યક્તિગત રીતે રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર દ્વારા દરેક અરજદારની રજૂઆતોને કેન્દ્રમાં રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને…
Read Moreદરરોજ ૩૦ મિનિટ યોગાસનોથી નિવારી શકાય “મેદસ્વિતા”
હિન્દ ન્યુઝ, દાહોદ આજના ઝડપી જીવનમાં “મેદસ્વિતા” એક મોટી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા બની રહી છે. ગુજરાતમાં પણ બદલાતી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે મેદસ્વિતાના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે યોગ એક અસરકારક, સરળ અને સ્વાભાવિક ઉપાય છે. જેના માટે ગુજરાત સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને સાકાર કરવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. “યોગ”જેનો ઉદ્દભવ ભારતની આર્ષદ્રષ્ટિ ધરાવતા ઋષિમુનિઓ દ્વારા થયો છે, જે યોગસૂત્ર (પતંજલિ) અને ઉપનિષદોમાં જોવા મળે છે.…
Read Moreજીવામૃત, બીજામૃત અને વિવિધ અસ્ત્રો; જમીનને સમૃદ્ધ બનાવવા અને પાક સંરક્ષણ માટેના અગત્યના સ્ત્રોત
હિન્દ ન્યુઝ, મોરબી પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી ખેતી. હાલ સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે અને તેનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દેશી ગાય એ પાયાની જરૂરિયાત છે. દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખવા માટે અસંખ્ય સૂક્ષ્મ જીવાણુંઓ અને જરૂરી પોષક તત્વોનો ખજાનો પૂરો પાડે છે. …
Read Moreડાંગના રાજવીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત
હિન્દ ન્યુઝ, ડાંગ અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી ગામિતે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યુ હતુ. પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીએ ‘ડાંગ દરબાર’નો ઇતિહાસ વર્ણવી…
Read Moreવર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જ્યારે પ્રકૃતિના નિયમોને અનુસરવામાં ચૂક કરીએ છીએ ત્યારે વિપરીત પરિણામો મળે છે, શારીરિક સ્વાસ્થયના સંદર્ભમાં આયુર્વેદ પણ તેવું જ કંઈક કહે છે, વર્તમાન સમયમાં આરોગ્યલક્ષી સમસ્યાઓ જુદા જુદા સ્વરૂપમાં વધી છે, ત્યારે ફરી પ્રકૃતિ અને આયુર્વેદના સિદ્ધાંતોને અનુસરવા માટે ‘સમય’ આપણને ટકોર કરી રહ્યો છે. હાલની આરોગ્યલક્ષી સમસ્યાઓ પ્રત્યે અંગુલીનિર્દેશ કરતા જૂનાગઢ આયુર્વેદ કોલેજના ક્રિયાશરીર વિભાગના ડૉ. પંકજ કોઠારી જણાવે છે કે, વર્તમાન સમયમાં સારો ખોરાક લેવા છતાં લોકોને કાર્ડિયાક એરેસ્ટ – હૃદય સંબંધી બિમારીથી મૃત્યુ થઈ રહ્યા છે, તેની પાછળ વ્યક્તિ પોતાની દિનચર્યા અને…
Read Moreગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બનીને વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષવા માટે સંપૂર્ણપણે સજ્જ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ ખાતે ₹22,516 કરોડના રોકાણથી નિર્મિત ‘માઇક્રોન ટેક્નોલોજી’ના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. માઇક્રોન ટેક્નોલોજીના આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે અનિવાર્ય એવા SSD અને રેમ (RAM) જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે; આ પહેલ દ્વારા અંદાજે 5000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
Read MoreVNSGU- ૫૮મો પદવીદાન સમારોહ
હિન્દ ન્યુઝ, સુરત VNSGU ના ૫૮મા પદવીદાન સમારોહમાં ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિ અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી મેળવી વ્યારાના ૬૦ વર્ષીય પ્રો.વસંતભાઈ ગામીતે સાબિત કર્યું કે, “A TEACHER IS PRIMARILY A STUDENT, THAN A TEACHER….” VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન હોવાની સાથે છેલ્લા ૩૫ વર્ષોથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા વસંતભાઈને કોરોના મહામારીના સમયમાં આવેલા વિચારને પરિણામ સ્વરૂપ આજે તેઓ Ph.Dની ડિગ્રી મેળવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પોતાની વર્ષો જૂની…
Read Moreત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું. કોલેજ પરિસરમાં યોજાયેલી આ સ્પર્ધામાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આકર્ષક અને સર્જનાત્મક રંગોળીઓ રજૂ કરી હતી. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગો અને પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ કરીને આયુર્વેદનો સંદેશ અસરકારક રીતે રજૂ કર્યો હતો. કેટલીક રંગોળીઓમાં આરોગ્ય જાગૃતિ અને દૈનિક જીવનમાં આયુર્વેદના મહત્વને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, કલાત્મક અભિવ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિ…
Read Moreજૂનાગઢ ખાતે BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકા એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી. જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂપીયા ૩૨ લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં…
Read More