દરરોજ ૩૦ મિનિટ યોગાસનોથી નિવારી શકાય “મેદસ્વિતા”

હિન્દ ન્યુઝ, દાહોદ

            આજના ઝડપી જીવનમાં “મેદસ્વિતા” એક મોટી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા બની રહી છે. ગુજરાતમાં પણ બદલાતી જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે મેદસ્વિતાના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે યોગ એક અસરકારક, સરળ અને સ્વાભાવિક ઉપાય છે. જેના માટે ગુજરાત સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને સાકાર કરવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

           “યોગ”જેનો ઉદ્દભવ ભારતની આર્ષદ્રષ્ટિ ધરાવતા ઋષિમુનિઓ દ્વારા થયો છે, જે યોગસૂત્ર (પતંજલિ) અને ઉપનિષદોમાં જોવા મળે છે. ભારતીય પરંપરામાં યોગને “ચિત્તવૃત્તિ નિરોધ”એટલે કે મનની વૃત્તિઓનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે જીવનમાં સંતુલન (સમત્વમ્), કાર્યકુશળતા (કર્મસુ કૌશલમ્) અને માનસિક શાંતિ લાવે છે.

સૂર્ય નમસ્કાર, કપાલભાતિ, પદ્માસન, વ્રજાસન, મત્સ્યેન્દ્રાસન, ભુજંગાસન, ધનુરાસન, પશ્ચિમોત્તાનાસન સહિતના યોગાઆસનો દરરોજ ૩૦ મિનિટ કરવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે. “સૂર્ય નમસ્કાર”એક સંપૂર્ણ શારીરિક કસરત છે, જે શરીરના દરેક ભાગને સક્રિય કરે છે અને લવચીકતા વધારે છે. તેમજ ચયાપચય વધારે તથા પાચનતંત્ર મજબૂત બનાવે છે. ઉપરાંત, પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને તળેલા ખોરાકથી દૂર રહેવું પણ આવશ્યક છે. 

Related posts

Leave a Comment