કાલાવડ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નકુમનાં કસાઈને પણ લજવાવે એવા કારનામા

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લા નાં કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે નવ વર્ષના ઇજાગ્રસ્ત બાળકને તપાસીને સારવાર કરવાનું કહેતાની સાથે જ ડોક્ટર નકુમનાં તેવરો બદલાયા 

ડોક્ટર નકુમ હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે અભણ અને દવાખાનાનાં કર્મચારી ન હોય એવા ગંજી બનિયાનધારીઓને રાખી સારવાર કરાવતા હોય એ કેટલા અંશે યોગ્ય ?

નવ વર્ષના ઇજાગ્રસ્ત બાળકને તપાસ કર્યા વગર તોછડાઈ પૂર્વક ‘હોમ મિનિસ્ટર’ ને ફરિયાદ કરવી હોય તો કરી દો, કહેતા ડોક્ટર નકુમને કદાચ હોમ મિનિસ્ટરનો પણ ભય નથી એવું આવા નિવેદનથી પ્રતીત થવા પામે છે

દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનો બીજો રૂપ કહેવાતા હોય ત્યારે આવા બેફામ બની દર્દીઓના સગાઓ સાથે એલફેલ વાણી વર્તન કરતાં ડોક્ટર નકુમ શું ખરેખર ડોક્ટર કહેવાને લાયક છે ખરા ?

સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હોસ્પિટલના કર્મચારી ન હોય એવા લોકો પાસે સારવાર કરાવવા માટે ડોક્ટરો મજબૂર કરી શકે ?

ડોક્ટર નકુમની સેવામાં સરકારી હોસ્પિટલમાં રહેતા ગંજી બનિયાનધારીઓ દર્દીઓની સારવાર કરી શકે ખરા ? અને આવા લોકો દ્વારા સારવાર દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ થવા પામે તો એની જવાબદારી કોના શિરે ???

કાલાવડ સરકારી હોસ્પિટલમાં નકુમ જેવા ડોક્ટરોની સેવામાં આવા ઘણા અભણ અને કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વગરના પંટરો ગેરકાયદેસર રીતે સેવા બજાવી રહ્યા હોય આવા ગેરકાયદેસર રીતે ડોક્ટરોની સેવામાં રોકાયેલ લોકો દર્દીઓની સારવાર કરતા હોય દર્દીઓએ પુરતી તપાસ કર્યા બાદ જ સારવાર કરાવવી 

કાલાવડ સરકારી હોસ્પિટલનાં ડૉક્ટરોની સેવામાં રહેતા અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટર દ્વારા ગત થોડા મહિના અગાઉ કાલાવડ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી યુવતી સાથે અડપલા કર્યાનાં બનાવના પગલે ઘણો હોબાળો થવા પામ્યો હતો

નવ વર્ષના ઇજાગ્રસ્ત બાળકની સારવાર નહી કરવાના અને એલફેલ બોલવાના પગલે રેનીશભાઈ દેકીવાડીયા દ્વારા તા.૧૩-૦૯-૨૦૨૩ નાં રોજ કાલાવડ સરકારી હોસ્પિટલનાં ઇન્ચાર્જ ડોક્ટર નવીન દુબે અને કાલાવડ મામલતદાર ને લેખિતમાં આવેદન આપી ડોક્ટર નકુમને તાત્કાલિક ફરજ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી હતી

(હિન્દ ન્યુઝ અખબાર દ્વારા સંચાલિત ‘હિન્દ ટીવી – ગુજરાતી’ ન્યુઝ ચેનલ)

(નીચેની યુટ્યુબ લીંક ક્લીક કરી જુઓ વધુ વિગત અને વિડિયો)

https://youtu.be/YqNjeDp8pVU

Related posts

Leave a Comment