દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી ની આજે મતદાર યાદી જાહેર

દિયોદર ,

દિયોદર માર્કેટ સમિતિની ચૂંટણી તારીખ 14/10/20 ના રોજ યોજાનાર છે જે અંતર્ગત પ્રથમ મતદાર યાદી જાહેર થયેલ છે જેની સામે વાંધો રજૂ કરવાની તારીખ પૂર્ણ થતાં હવે લેખિતમાં વાંધો રજુ કર્યા આજરોજ વાંધા રજૂ કરાયા બાદ ની પ્રથમ યાદી જાહેર થનાર છે જેને લઈ ભારે ઉત્સુકતા રહી છે.

દિયોદર માર્કેટ સમિતિ ની ખેડૂત વિભાગ ની દસ સીટો માટે મતદાન થનાર છે જેના માટે 1583 જેટલા મતદારો નોંધાયેલા છે જેમાં વર્તમાન ચેરમેન પેનલ સામે સામે ની પેનલ 6 મંડળી ઓ સામે તેમજ 13 ખરીદ વેચાણ વિભાગ સામે વાંધો લેવાયેલ છે તેમજ વહેપારી વિભાગ માં 609 મતદારો ના લાયસન્સ સામે વાંધો લેવાયેલ છે તેમજ સમાપક્ષે 13 સેવા મંડળી ઓ સામે ચેરમેન પેનલ દ્વારા વાંધા રજૂ કરાયેલ છે વિવિધ વાંધા ઓનો લઈ ને લોકો આજે શુ પરિણામ આવે છે અને મતદાર યાદી માં કોઈ કપાય છે કે જેશે થે રહે તેના ઉપર મીટ છે મતદાર યાદી બાદ પણ અસંતોષ જણાશે તો કોર્ટ મેટર થવા ની સંભાવના છે.

.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment