દિયોદર ખાતે આવેલ મોડેલ સ્કૂલ માં હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા હેલ્પીંગ હેન્ડ કાર્યક્રમ યોજાશે…

દિયોદર,

હરિ કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા કપાયેલ હાથવાળા વ્યક્તિને એલ. એલ. ચાર કૃત્રિમ હાથ મફત માં લગાવવા માટે દિયોદર મોડેલ સ્કૂલ દિયોદર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જોકે હાથ માટે કોઈપણ વ્યક્તિએ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં આવતો નથી. આ હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક હાથ લગાવવામાં આવશે. સરકાર ની ગાઈડલાઈન મુજબ ની સેનેટાઈઝર સુવિધા , માસ્ક તેમજ સામાજિક અંતર જાળવી આ કેમ્પ નું આયોજન કરવામાં આવશે. આપને એ પણ જણાવી દઈએ કે આ હાથ માટે કોણીથી નીચે મૂળ હાથનો ચાર ઇંચ ભાગ હોવો જરૂરી છે. આ હાથ દેખાવતી નથી, હાથ લગાવ્યા પછી વ્યક્તિ ઘણા બધા કામ કરી શકે છે તેવું પણ જાણવા મળેલ છે. આ હાથ અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. જે એક હાથ ની કિંમત 15,000 રૂપિયા છે ત્યારે હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા દિયોદર ખાતે આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે દિયોદર માં આવતી કાલે એટલે તારીખ : ૨૨/૮/૨૦૨૦ ને શનિવાર ના ના રોજ આ કેમ્પ નું મોડેલ સ્કૂલ દિયોદર માં આયોજન કરવામાં આવ્યું છે.
જોકે આ કેમ્પ માં આવનાર વ્યક્તિ એ ૨૨/૮/૨૦૨૦ ને શનિવાર ના રોજ સવારે ૧૦:૦૦ થી.૪:૦૦ કલાક દરમિયાન આવવાનું રહશે. સરકાર ની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝર, માસ્ક તેમજ સામાજિક અંતર ફરજીયાત જાળવવાનું રહશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા,દિયોદર

Related posts

Leave a Comment