હિન્દ ન્યુઝ, સુરત
VNSGU ના ૫૮મા પદવીદાન સમારોહમાં ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિ અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી મેળવી વ્યારાના ૬૦ વર્ષીય પ્રો.વસંતભાઈ ગામીતે સાબિત કર્યું કે, “A TEACHER IS PRIMARILY A STUDENT, THAN A TEACHER….”
VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન હોવાની સાથે છેલ્લા ૩૫ વર્ષોથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા વસંતભાઈને કોરોના મહામારીના સમયમાં આવેલા વિચારને પરિણામ સ્વરૂપ આજે તેઓ Ph.Dની ડિગ્રી મેળવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પોતાની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાનું દસ્તાવેજીકરણ, ના માત્ર આવનારી પેઢી પણ સમગ્ર સમાજ માટે એક ભેટ સ્વરૂપ છે.
