ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બનીને વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષવા માટે સંપૂર્ણપણે સજ્જ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 

   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સાણંદ ખાતે ₹22,516 કરોડના રોકાણથી નિર્મિત ‘માઇક્રોન ટેક્નોલોજી’ના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ચિપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે.

માઇક્રોન ટેક્નોલોજીના આ પ્લાન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે અનિવાર્ય એવા SSD અને રેમ (RAM) જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે; આ પહેલ દ્વારા અંદાજે 5000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment