ગીર સોમનાથ જિલ્લા માટે ૬૧ મા રાજ્યકલા પ્રદર્શનની કલાકૃત્તિઓ તા.૩ જાન્યુ. સુધીમાં સ્વીકારાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

                           તા.૩૧, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્રારા ૬૧મું રાજ્યકલા સ્પર્ધા/પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી-જુદી કલાઓ જેવી કે પેઈન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીક્સ, વ્યવહારીકકલા, છબીકલા તેમજ બાળ ચિત્રકલાના ક્ષેત્રના કલાકારો પાસેથી તેમજ ધોરણ ૧ થી ૧૦ ના વિધાર્થીઓ પાસેથી કલાકૃતિઓ સ્પર્ધા માટે મંગાવવામાં આવશે. આ કૃત્તિઓ તા.૩-૧-૨૦૨૦ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે પહોંચતી કરવાની રહેશે. વધુ માહિતી youthofficergirsomnath.blogsport.com પરથી મળી શકશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment