પ્રધાનમંત્રી આવાસ યોજનાથી રાણપુરના વેજલકા ગામના રમેશભાઇ વાટુકીયાના પરિવારને મળશે મકાન રૂપે ખુશીઓની ચાવી

હિન્દ ન્યુઝ, રાણપુર 

અમારે એક પાકુ ઘર હોય, અમારૂં પણ એક કાયમી સરનામું હોય બસ એ જ વિચાર સાથે વ્યક્તિ પોતાનું જીવન વ્યત્તીત કરતો હોય છે, જ્યારે એ જ સપનું ખરા અર્થમાં સાકાર થાય ત્યારે એનો અનેરો આનંદ હોય છે બસ એવી જ કંઇક વાત છે રાણપુર તાલુકાના વેજલકા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી રમેશભાઇ રવજીભાઇ વાટુકીયાની રમેશભાઇ કહે છે કે, અમારે પહેલાં કાચુ મકાન હતું એટલે પારાવાર મુશ્કેલીઓ પડતી હતી પરંતુ અમારી આવક પણ નહીવત અને પરિવારમાં મારી ધર્મ પત્ની અને મારા બે સંતાન એમ ચાર જેટલાં સભ્યો હોવાની સાથે બંને સંતાનોના અભ્યાસની પણ જવાબદારી એટલે અમારા માટે પાકું મકાન બનાવવું ખૂબ જ અઘરું હતું. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સથવારે અમને પાકું મકાન મળ્યું હોવાથી અમે સરકારનો આભાર માનીએ છીએ, સરકારની યોજના થકી અમારા જેવા અનેક જરૂરીયાત મંદ લાભાર્થીઓને રહેવા માટે કાયમી સરનામું મળ્યું હોવાની ખુશી તેમણે વ્યક્ત કરી હતી. લાભાર્થી રમેશભાઇ વાટુકીયાના પરિવારને વિધિવત રીતે ૧૦મી ફેબ્રુઆરીના રોજ તેમના સ્વપ્નનું ઘર મળવા જઈ રહ્યું છે. “પ્રધાનમંત્રી આવાસ યોજના” થકી રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર પૂર્ણ પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. ત્યારે બોટાદ જિલ્લો પણ આ યોજનાનું સફળ અમલીકરણ કરીને રાજ્ય સરકારના આ ભગીરથ કાર્યમાં સહભાગી બની રહ્યો છે.

Related posts

Leave a Comment