અમદાવાદ(પૂર્વ) આર.ટી.ઓ. દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ27-FA અને મોટર કારની નવી સીરીઝ GJ27-ECના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

હિન્દ ન્યુઝ, અમદાવાદ

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (પૂર્વ) દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે. મોટર સાયકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ27-FA અને મોટર કારની નવી સીરીઝ GJ27-ECના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancynumber પર આગામી તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક પછીથી તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. અને તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઈ-ઓક્શનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancynumber વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

Related posts

Leave a Comment