હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભો દરેક નાગરિક સુધી પહોંચાડવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે રાજ્યભરમાં ઠેર-ઠેર ”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર મુકામે ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પુરી પાડી હતી. આ ઉપરાંત, લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
તેમજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ મન કી બાતનું લાભાર્થીઓએ સંકલ્પ રથના માધ્યમ થકી શ્રવણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગીરીશભાઈ ગરચર, કે.બી.ગાગીયા, લાલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જેશાભાઈ નંદાણીયા, અરશીભાઈ કરંગીયા, ભણગોર પ્રાથમિક શાળાના આર્ચાય, શિક્ષક ગણ, ભણગોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ, આંગણવાડીના સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
