મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે રિક્ષારેલી થકી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર

   લોકસભા સામાન્ય ચુંટણી ૭ મી મે નાં રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી નાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ત્યારે આજ રોજ નિવાસી અધિક કલેક્ટર સી વી લટાના હસ્તે લુણાવાડા કલેકટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજિત ૨૦૦ થી વધુ રિક્ષારેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી આ રેલી લુણાવાડા નાં વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિ સંદેશો પ્રસરાવશે સાથે રિક્ષા ચાલકો પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ જે કોઈ પેસેન્જર તેમની રિક્ષામાં મુસાફરી કરશે તેમણે ૭ મે ના દિવસે અચૂક મતદાન કરવા જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત રિક્ષા ચાલકોએ અચૂક મતદાનના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર , પ્રાંત અધિકારી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા , જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનીબા મોરી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર 

 

 

 

 

Related posts

Leave a Comment