ગીર ગઢડા તાલુકાના ધોકડવા ખાતે તા.૩ જાન્યુઆરીના રોજ યોજાશે સેવાસેતુ”કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ૨૯ ગામો માટે ધોકડવા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમનુ તા.૩ જાન્યુઆરીના સવારે ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે.

જેમા ધોકડવા મહોબતપરા, મોતીસર, નગડીયા, સણોસરી, સોનારીયા, નીતલી, વડલી, ફાટસર, દ્રોણ, ઝુડવડલી, બેડીયા, બંધારડા, નાના સમઢીયાળા, મોટા સમઢીયાળા, કાકીડી મોલી, મોટી મોલી, લુવારી મોલી, નાળીયેરી મોલી, ચોરાલીમોલી, શાણાવાંકીયા, ખીલાવડ, ઈટવાયા, જુના ઉગલા, નવા ઊગલા, કાંધી, પાણખાણ, પડાપાદર, અંબાડા, ધોકડવા ક્ષેત્રના નેસ વિસ્તાર ગામો માટે સેવાસેતુ કાર્યક્રમમા સરકારની વિવિધ સેવાઓનો લાભ લઈ શકાશે.

 

 

Related posts

Leave a Comment