ઉના તાલુકાના નાથળ ખાતે તા.૩ જાન્યુઆરીના રોજ યોજાશે સેવાસેતુ”કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગીરસોમનાથ

   ઉના તાલુકાના ગામોને સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કા આયોજન કરવામાં આવ્યુ છે જે અંતર્ગત ઉના તાલુકાના ૩૮ ગામો માટે નાથળ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમનુ તા.૩ જાન્યુઆરીના સવારે ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે.

જેમા વરસીંગપુર, એલમપુર, નાથળ, મઘરડી, ભેભા,કેસરીયા, સોનારી, શાહ ડેશર, લામધાર, ખાપટ, ડમાસા, રાતડ, નવાબંદર, ઝાંખરવાડા, રામપરા, પાલડી, ઓલવાણ, વાંસોજ, નાંદણ, ના.માંડવી, દેલવાડા, આમોદ્રા, અંજાર, કોઠારી, તડ, ભીગરણ, ભાડાસી, કોબ, સોખડા, મોડા ડેસર,કાજરડી, માઢગામ, રાણવશી, રેવદ,ચીખલી, લેરકા, સીમાસી ગામોના લોકો સેવાસેતુ”કાર્યક્રમનો લાભ લઈ શકશે.

                                          

 

Related posts

Leave a Comment