હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય કિટસ વિતરણ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી શ્રી પરષોતમભાઈ છગનભાઈ કાલાવડિયાને લાભ મળતા પ્રતિભાવ આપ્યા હતા.
પરષોતમભાઈ કાલાવડીયાએ પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો લાભ મળવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે મારે દીકરીઓ છે તેને સાસરે વળાવી દીધી છે અને દીકરો પણ ધંધા અર્થ બહાર છે ત્યારે શરીરમાં માંદગી અને અકસ્માત ક્યારે સર્જાય તેનુ નક્કી નથી હોતુ જેમા આરોગ્ય ક્ષેત્રે ઓચિંતા આવતા ખર્ચમાં આયુષ્માન કાર્ડ મળવાથી આર્થિક ચિંતામાંથી મુક્ત મળી છે.વધુમા જણાવતા કહ્યુ હતુ આયુષ્માન કાર્ડ મળવાથી હવે સારવાર કરાવવા કોઈનો સહારો લેવો નહી પડે અને સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.