હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત ૧૮૧ મહિલા હેલપલાઇનમાં સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારી નાની બહેન અભ્યાસ ચાલુ છે.અને એક યુવકના પ્રેમમાં પડતાં ઘરેથી મરવાની ઘમકી આપી અને તે યુવકના ઘરે અવાર-નવાર જતી રહે છે.વેરાવળ અભયમ ટીમે કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમજાવટથી ઘરે પરત મોકલી હતી.
જેમા ૧૮૧ મહિલા હેલપલાઇનમાં સુત્રાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારી નાની બહેન અભ્યાસ ચાલુ છે.અને એક યુવકના પ્રેમમાં પડતાં ઘરેથી મરવાની ઘમકી આપી અને તે યુવકના ઘરે અવાર-નવાર જતી રહે છે અને યુવતી અત્યારે તેના પ્રેમીના ઘરે ગઈ છે જ્યાં યુવક રાખવાનો ઇનકાર કરતો હોવા છતાં મારી બહેન ઘરે આવવાની ના પાડતા હોય. તેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા સાથે મહિલા કોન્સ્ટેબલ કૃપલ બેન ઝણકાત સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા સ્થળ પર પોહચતા યુવતીને મળ્યા અને આશ્વાસન આપીને ત્યારબાદ તેમનું કુશળ કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે હું તે યુવક ને પ્રેમ કરું છું મારા કહેવાથી મારા પરિવાર ના લોકો એ મારી સગાઈ પણ તેની સાથે કરી દીધી હતી. ત્યારબાદ મારી એક ભૂલના લીધે મારી સગાઈ તૂટી ગઈ હતી પરંતુ હવે તે ભૂલ સુધારીને તે યુવક સાથે રહેવા માંગુ છું. પરંતુ તેનો પ્રેમી રાખવાનો ઇનકાર કરે છે. અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા યુવતીને પોતાના ભવિષ્ય ઉજવળ બનાવવા માટે અભ્યાસ પૂરો કરવા અને પછી લગ્ન બાબતે વિચારવા સમજ અપાઇ અને અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગથી યુવતી અભ્યાસ પર ધ્યાન આપવા સહમત થઈ અને પરિજનો સાથે જવા તૈયાર થયેલ અને આમ પ્રેમીના ઘરેથી યુવતીને સમજાવટથી માતા સાથે મોકલી આપતા યુવતીના પરિજનોએ ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ.