ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર્યો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

      વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના ખડકલા ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ સંકલ્પનું રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો પણ સૌ ગ્રામજનોએ લાભ લીધો હતો. વધુમાં સંકલ્પ રથના માધ્યમથી યોજનાકિય ફિલ્મ નિહાળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશને ગ્રામજનોએ નિહાળ્યું હતું.

આ તકે ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભના અનુભવોને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા. આ તબક્કે લાભાર્થીઓને યોજનાકિય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Related posts

Leave a Comment