પાલિતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના બહાદુરગઢ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત આગેવાનો હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગામલોકોએ નિહાળ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામેગામ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ લોકો વિવિધ સરકારી યીજનાના લાભથી માહિતગાર અને લાભન્વિત થઈ રહ્યા છે.

આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ નાગરિકોએ જાગૃત બની આ યાત્રાને સફળ બનાવવા આગળ આવવા આહવાન કર્યું હતું. તેમજ જરૂરિયાત અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઇ આંબલિયાએ તેમનાં વક્તવ્યમાં કહ્યું હતું કે સરકાર લાભ આપવા આંગણે આવી છે ત્યારે સૌ કોઇ નાગરિકોએ તેનો લાભ લેવો જોઇએ. ત્યારબાદ નાયબ મમાલતદાર દશરથસિંહ લિંબડે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો હેતુ સમજાવી લોકોને મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. તાલુકાના આગેવાન નૂતનસિંહ ગોહિલે તેમનાં સંબોધનમાં કહ્યુત્ર હતુત્ર કે આયુષ્યમાન કાર્ડ એ તમામ જરુરિયાતમંદ પરિવારોને સરકારશ્રી તરફથી મળેલી મહામૂલી ભેટ છે.

    આ પ્રસંગે વિવિધ યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. લોકોની આરોગ્ય ચકાસણી તેમજ આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાની સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિતાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઇ આંબલિયા, નાયબ મમાલતદાર દશરથસિંહ લિંબડ, તાલુકાનાં આગેવાન નૂતનસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment